હમણાં જ શરૂ કરો

કૃષિ નિષ્ણાતો

વધુ ક્લાયન્ટ્સને સેવા આપો, થાકીને લોથ થયા વગર.

તમે દરેક ખેતરમાં હાજર ન રહી શકો. એકના એક સવાલો અને લખાણકામમાં આખું અઠવાડિયું નીકળી જાય છે. Valora રોજિંદું કામ તમારા ટેબલ પરથી ઉપાડી લે છે.

મફત · ક્રેડિટ કાર્ડની જરૂર નથી · 2 મિનિટમાં સેટઅપ

સોયાબીનના ખેતરમાં ખેડૂત સાથે ચાલતાં ચાલતાં પાક તરફ ઇશારો કરતા એક કૃષિ નિષ્ણાત.

મુશ્કેલી

ક્લાયન્ટ સાથે તાલમેલ રાખવામાં તમે હંમેશા વ્યસ્ત રહો છો, અને 80% સમય એકની એક વાત ફરી ફરી કહેવામાં જાય છે. Valora સામાન્ય સવાલોના જવાબ આપે છે, જેથી તમે ખરેખર મહત્ત્વના કામ પર ધ્યાન આપી શકો.

તમારી પહોંચ વધારો

દરેક ક્લાયન્ટ માટે એક પ્રોજેક્ટ

ક્લાયન્ટ માટે થોડી જ મિનિટોમાં Valora પ્રોજેક્ટ બનાવો, પછી તેને ઇમેઇલથી શેર કરો. તમે બંને એક જ આયોજન પર કામ કરો છો, અને દરેક ફેરફાર બંને સુધી પહોંચે છે.

રિપોર્ટ્સ

ક્લાયન્ટને આપવા તૈયાર ડ્રાફ્ટ

રિપોર્ટ અને આયોજન, જેને તમે તપાસી શકો, સુધારી શકો, તમારા નામે રજૂ કરી શકો અને ક્લાયન્ટને સોંપી શકો. ડ્રાફ્ટ આખી સાંજને બદલે થોડી મિનિટોમાં તૈયાર થઈ જાય છે.

તર્ક

તમે તેના કામની ચકાસણી કરી શકો છો

દરેક જવાબમાં વપરાયેલો ડેટા અને તેની પાછળનો તર્ક દેખાય છે, એટલે કોઈ જુનિયરના કામની જેમ તમે તેને પણ ચકાસી શકો.

Valora ને પૂછો

Valora તમારી જગ્યા નથી લેતું. એ તમારું કાગળકામ સંભાળી લે છે.

પહેલાં

કાગળકામના ઢગલા નીચે.

એકના એક સવાલો અને રિપોર્ટ લખવામાં આખું અઠવાડિયું નીકળી જાય છે, અને જે કામ માટે તમારી તાલીમ જરૂરી છે તેને બચેલો સમય જ મળે છે.

લેપટોપ સામે માથે હાથ દઈને બેઠેલા કૃષિ નિષ્ણાત, આસપાસ ફાઇલોના ઢગલા અને સતત વાગતો ફોન.

પછી

ફરી ખેતરમાં.

એઆઈ સલાહકાર ન તો ખેતરમાં ફરી શકે, ન ગ્રાહકની જોખમ લેવાની તૈયારી પારખી શકે, ન કોઈ ભલામણની જવાબદારી લઈ શકે. તમને આ કામોથી દૂર રાખતો કામનો બોજ Valora સંભાળી લે છે.

સોયાબીનના ખેતરની કિનારે વાડને ટેકો દઈને, હાથમાં જ્યુસનો ગ્લાસ લઈને ઊભેલા એ જ કૃષિ નિષ્ણાત.

રેફરલ

તમે જેની ભલામણ પહેલેથી કરો છો, તેમાંથી જ કમાણી કરો

તમે ગ્રાહકોને પહેલેથી જ કહો છો કે કયાં સાધનો વાપરવાં. Valoraને વધારાની સેવા તરીકે આપો અને તમારા રેફરલથી આવેલા ગ્રાહકો જે ચૂકવે તેમાં ભાગીદાર બનો — એક વખતની ચુકવણી નહીં, પણ લાંબા ગાળાના સંબંધ પર આધારિત વ્યવસ્થા. શરતો અમે તમારી સાથે સીધી નક્કી કરીશું.

રેફરલ પ્રોગ્રામમાં જોડાઓ

વારંવાર પૂછાતા સવાલો

શું એઆઈ કૃષિ નિષ્ણાતોની જગ્યા લઈ લેશે?

નજીકના સમયમાં તો નહીં. એઆઈ કોઈ પણ સમયે હકીકત આધારિત સવાલનો જવાબ આપી શકે, પણ તે ખેતરની તપાસ ન કરી શકે, ગ્રાહક કેટલું જોખમ ઉઠાવી શકે તે ન આંકી શકે, કે ભલામણ માટે વ્યાવસાયિક જવાબદારી ન લઈ શકે. ખરેખર જે બદલાવ આવશે તે એ છે કે રોજિંદી સલાહનું મોટા ભાગનું કામ સોફ્ટવેર સંભાળશે, અને કૃષિ નિષ્ણાતો જેમાં સમજદારીભર્યા નિર્ણયની જરૂર હોય એવા કામમાં વધુ સમય આપી શકશે.

Valora મારા ગ્રાહકોને જે સલાહ આપે છે તે હું કેવી રીતે ચકાસું?

દરેક જવાબમાં કયો ડેટા વપરાયો અને કયો તર્ક અપનાવાયો તે દેખાય છે, જેથી તમે જુનિયર સહકર્મીના કામની જેમ જ તેની ચકાસણી કરી શકો. આ પારદર્શિતા જાણીજોઈને રાખી છે: તાલીમ પામેલા કૃષિ નિષ્ણાતો અમારી પાસેના સૌથી ઝડપી સમીક્ષકો છે, અને બીજા કોઈની સહમતિ કરતાં તમારી અસહમતિ અમારા માટે વધુ ઉપયોગી છે.

શું હું મારા પોતાના ગ્રાહકો માટે Valora વાપરી શકું?

હા. તમે તેને આંતરિક સાધન તરીકે વાપરી શકો છો, અથવા ગ્રાહકોને તેની ભલામણ કરીને તેઓ જે ચૂકવે તેમાં ભાગીદાર બની શકો છો. બંનેમાંથી એક જ પસંદ કરવું પડે એવું નથી — મોટા ભાગના સલાહકારો બંને કરે છે.

ખેતીમાં હવે ક્યારેય એકલા નહીં.

આ વાત સલાહકારોને પણ લાગુ પડે છે. કામનો મોટો ભાર Valora ઉપાડે છે, જેથી તમારી સૂઝ ખરેખર જ્યાં જરૂર છે ત્યાં વપરાય. અને આ અઠવાડિયે જે ખેડૂતો સુધી તમે પહોંચી શકતા નથી, તેમની પાસે પણ મદદ માટે કોઈ રસ્તો રહે.

મફત શરૂ કરો

મફત · ક્રેડિટ કાર્ડની જરૂર નથી · 2 મિનિટમાં સેટઅપ